સાવરકુંડલાની જે.વી. મોદી શાળાના વિદ્યાર્થીઓએ એક અનોખો રોબોટ તૈયાર કરી વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ રોબોટ તૈયાર કરવા માટે ટાંક ભવદીપ, સરવૈયા ભાર્ગવ અને ખોરાણી માહીરે ખુબ જ મહેનત કરી સફળતાપૂર્વક રોબોટ બનાવ્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ જીતુભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.