સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની
સ્મૃતિમાં ૩૩૯મા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૭૦ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરી કુલ ૧૫ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય તેમને વિનામૂલ્યે ઓપરેશન માટે વીરનગરની આંખની હોસ્પિટલમાં મોકલવામાં આવેલ. ચશ્મા અને દવાઓની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુકુળના સંત શુકદેવજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટર સાથે કરવામાં આવેલ.








































