સાવરકુંડલાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ‘ગુજરાત જોડો જનસભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીજપડી પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો AAPમાં જોડાયા હતા. ખાસ કરીને, વીજપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ અને ભાજપના પીઢ આગેવાન ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા. આ સભામાં AAPના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, તાલુકા પ્રમુખ વિપુલભાઈ વીરાણી અને અન્ય આગેવાનો કાંતિભાઈ સતાસિયા, ઓધવજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ સિદ્ધપુરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ભાજપ સરકારની ટીકા કરીને જનતાને શ્ર જાગૃત થવા અને AAPની વિચારધારા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમીર ખોખર સહિતના સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.