સાવરકુંડલા તાલુકાનાં થોરડી ગામે ગણેશ ઉત્સવ પર્વ પર ગામમાં અનોખી કોમી એકતાનાં દર્શન થયા હતા. ગામમાં રહેતા હિન્દુ, મુસ્લિમ તેમજ ગામની તમામ જ્ઞાતિઓએ સાથે મળીને ગણેશોત્સવનું ભવ્ય આયોજન કર્યુ હતું. મુસ્લિમ સમાજનાં યુવાનોએ ગણપતિ બાપાની મહાઆરતી રાખી હતી અને આખા ગામમાં લાડુનાં પ્રસાદની વહેંચણી કરી હતી. થોરડી ગામ માટે આ ઉત્સવે ગામની એકતા અને ખાસ તો કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને લોકોએ ખૂબ આનંદ ઉત્સાહથી આ ઉત્સવમાં ભાગ લીધો હતો.