સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પીસીઆર બોલેરો ગાડી નંબર જીજે-૧૪-જીએ-૦૨૪ પી-૧૫૬ના ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ ખુમાણ અમરેલીથી સાવરકુંડલા આવતા હતા. ઓળીયા ગામથી થોડે દૂર ચરખડીયા ગામ તરફ બપોરના સવા એક વાગ્યાની આસપાસ જંગલી જનાવર રોઝડું (નીલગાય) આડુ પડ્યું હતું. જેના કારણે બોલેરોમાં આશરે રૂ.૪૦૦૦૦નું નુકસાન થયું હતું.