સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો પ્રારંભ ૩૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ સાવરકુંડલાથી થયો હતો. પદયાત્રામાં વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ, સ્વયંસેવકો અને શિવભક્તો સહભાગી થયા હતા. પવિત્ર સોમવારે પદયાત્રા સંઘ સોમનાથ મંદિર પહોંચ્યો હતો. ત્યાં મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ દાદાને ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. દશનામ ગૌસ્વામી ભવનથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દિવ્યધજા ચઢાવવા માટે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારા અને ડીજેના તાલે શિવભક્તોએ અદ્‌ભુત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રામાં ભાગ લીધો હતો.