સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ, વરાછા કો-ઓપરેટીવ બેંકના એમડી અને જાણીતા સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા, વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી અને ગોલ્ડન વિલેજ રફાળાના સ્વપ્નદ્રષ્ટા સવજીભાઈ વેકરીયા, જાણીતા સામાજિક આગેવાનો ગોવિંદભાઈ સવસૈયા સહિતના આગેવાનો સંજોગ ન્યૂઝની મુલાકાતે પધાર્યા હતા. આ તકે કાળુભાઈ ભંડેરી, કાળુભાઈ સુહાગીયા, એ.બી. કોઠીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સમયમાં મીડિયા ક્ષેત્રના યોગદાન વિશે કાનજીભાઈ ભાલાળાએ વિસ્તૃત ચર્ચા કરી હતી.