સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો ભાવ વધારાને લીધે સાબર ડેરી સામે વિરોધ ઉગ્ર બનાવે તેવી શક્યતા છે. ગઈકાલે, બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ વધારા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે સાબર ડેરી પાસે તણાવ સર્જાયો હતો. ભીડને વિખેરવા માટે ૫૦ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે ૬૦ પશુપાલકોની અટકાયત કરી હતી. તે જ સમયે, પોલીસે ૭૪ નેતાઓ અને ૧૦૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે.
ગઈકાલે સાબર ડેરી ખાતે ભાવ વધારા સામે પશુપાલકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ૫૦ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં પથ્થરમારો પણ થયો હતો. જેમાં પોલીસ વાહનોને નુકસાન થયું હતું અને ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં કેસ નોંધ્યો છે. પશુપાલકો અને પોલીસ વચ્ચેના અથડામણમાં સામેલ ૭૪ નેતાઓ સહિત ૧,૦૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસે પોલીસ પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો ગુનો નોંધ્યો છે, જેમાં હુમલો અને નુકસાન પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે. સાબર ડેરીના સંચાલક જશુ પટેલ, રણજીતસિંહ સોલંકી અને કશ્યપ પટેલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. પીઆઈ ચૌધરીએ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.