“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” કાર્યક્રમ અંતર્ગત ધારી સી.એસ.સી ખાતે નિક્ષય મિત્ર રિયાંશરાજ કૌશિકભાઈ દાફડા (ઉંમર ૩.૫ વર્ષ) તરફથી ધારી તાલુકાની ૧૯ મહિલા ટીબી પેશન્ટને નિક્ષય પોષણ કીટ આપવામાં આવી છે. રિયાંશરાજ દેશનો બીજો સૌથી નાનો નિક્ષય મિત્ર બન્યો છે. નાની વયમાં આવું કામ કરી સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.