સહકાર મંત્રાલયે તેની સ્થાપનાના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે, જે દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ” ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. આ સમયગાળામાં ૬૦ થી વધુ મહત્વપૂર્ણ પહેલો શરૂ કરવામાં આવી છે, જેનો લાભ દેશભરની સહકારી સંસ્થાઓને મળી રહ્યો છે. દિલીપભાઈ સાંઘાણીએ આ યાત્રાને ગૌરવસભર ગણાવી છે. મંત્રાલયે સહકારિતામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે PACS (પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ) ના કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયાને ઝડપથી અમલમાં મૂકી છે. સહકારી સંસ્થાઓનું ડેટાબેઝ તૈયાર કરવા માટે પણ અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. સહકાર ક્ષેત્રે તાલીમબદ્ધ અને કુશળ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રથમ ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’ ની સ્થાપના કરવામાં આવી છે , જે આ સત્રથી શિક્ષણ કાર્ય શરૂ કરવા જઈ રહી છે. ગ્રામીણ સ્તરે સહકારિતાને મજબૂત બનાવવા માટે, કુલ બે લાખ વધારાનાPACS ની રચના કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. PACS ને સશક્ત બનાવવા માટે તેમને વિવિધ મંત્રાલયોની યોજનાઓ સાથે જોડીને વેપાર પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે.