ઈફકોના ચેરમેનને વધુ એક જવાબદારી સોંપવામાં આવી

ગવર્નીગ બોર્ડની પ્રથમ બેઠકમાં સહકાર વિભાગ દ્વારા જાહેરાત

દિલીપભાઈ સંઘાણીને નામાંકિત કરાતા સાર્વત્રીક આવકાર સાથે અભિનંદન

રાષ્ટ્રીય સહકારી અગ્રણી ,ઈફ્કોના ચેરમેન અને અમરેલી જિલ્લાના પનોતા પુત્ર દિલીપભાઈ સંઘાણીને કેન્દ્રિય સહકાર મંત્રાલય દ્વારા જવાબદારી સોપવામાં આવી છે. કેન્દ્ર સરકારના સહકાર મંત્રલાય દ્વારા કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં સેક્શન ર૧ મુજબ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની પ્રથમ ગર્વનીંગ બોર્ડની બેઠક દિલ્હી ખાતે આવેલા અટલ અક્ષય ઉર્જા ભવન, લોધી રોડ ખાતે મળી હતી. સહકારી યુનિવર્સિટી આણંદ ગુજરાતના ગર્વનીંગ બોર્ડની રચના કરવામાં આવતા નામાંકિત સભ્ય તરીકે રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની નિમણુંક કરવામાં આવી છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે જાડાયેલા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની વરણીને કારણે સહકારી ક્ષેત્રે ખુશી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આણંદ ગુજરાત માટે ર૭/૦પ/રપથી ગર્વનીંગ બોર્ડ કાર્યરત કરાતા ઓફીશ્યલ મેમ્બરો તરીકે ૧ર અને નોમીનેટેડ મેમ્બરો તરીકે ૮ મેમ્બરની સરકાર દ્વારા વરણી કરવામાં આવે છે. દિલીપભાઈ સંઘાણીને નોમિનેટેડ કરાતા અમરેલી જિલ્લાના રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો દ્રારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.આગામી સમયમાં સહકારીક્ષેંત્રમાં ખુબ સારી કામગીરી કરે તેવી શભુકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે.