સરદારનગર વિસ્તારમાં ગત ૩ માર્ચના રોજ બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. એકલવાયું જીવન જીવતા ભારતીબેન બજરંગેની તેમના જ ઘરમાં ગૂંગળામણ આપી હત્યા કરી ?૨.૫૦ લાખ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. સરદારનગર પોલીસે ટેકનોલોજી અને સીસીટીવીના આધારે આ અંધારા માં હત્યા બનેલ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશની આ ગેંગે કેવી રીતે રેકી કરી અને કેવી રીતે આ ઘાતકી ગુનાને અંજામ આપ્યો?
સરદારનગર પોલીસની ગિરફતમાં ઉભેલા આ શખ્સોએ માત્ર થોડા રૂપિયા અને દાગીના માટે એક માસૂમ વૃદ્ધાનો જીવ લીધો. પકડાયેલા આરોપીઓ પૈકી સોનુ સિંહ સિકરવારની અમદાવાદથી અને સલમાન સૈયદ ઉર્ફે લલ્લાની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ઘટનાનો માસ્ટરમાઈન્ડ સોનુ સિંહ હતો, જેણે પોતાના સાગરીતો બ્રિજમોહન અને આસમાન ઉર્ફે સદાબ ને બોલાવ્યા હતા. સોનુને ખબર હતી કે ભારતીબેન ઘરમાં એકલા રહે છે, અને આ માહિતીના આધારે જ લૂંટનો પ્લાન ઘડાયો હતો.
સરદારનગર પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપીઓએ ૨ માર્ચના રોજ ૫૦૦ ઉછીના જાઈએ છે તેવા બહાને ભારતીબેનના ઘરે જઈ રેકી કરી હતી. બીજા દિવસે રાત્રે જ્યારે લૂંટ અને હત્યા ના ગુના ને અંજામ આપવા માટે આરોપીઓ ફરી ગયા, ત્યારે બ્રિજમોહને દરવાજા ખોલાવ્યો અને સોનુએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને નીચે પાડી દીધા હતા. હેવાન બનેલા આરોપીઓએ ઓશિકાથી મોઢું દબાવી ભારતીબેનની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ આરોપીઓ ડર્યા વગર એક થી દોઢ કલાક સુધી ઘરમાં જ રહ્યા અને અઢી લાખ રોકડા તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.
પોલીસને ચકમો આપવા માટે આરોપીઓએ સીસીટીવી કેમેરાથી બચવા રેલવે ટ્રેકની સાથે સાથે ભાગવાનો રસ્તો પકડ્યો હતો. જાકે, પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્્યા નહીં અને પોલીસ ની ગિરફ્ત માં આવી ગયા હતા પકડાયેલા આરોપી સલમાન સૈયદ પાસેથી સોનાની બે બૂટી કબ્જે કરવા માં આવી છે, જ્યારે મુખ્ય મુદ્દામાલ હજુ ફરાર આરોપી બ્રિજમોહન પાસે હોવાનું મનાય છે.
નોંધનીય છે કે સલમાન સામે આગ્રામાં અગાઉ હત્યા અને હત્યાની કોશિશ જેવા ૫ ગંભીર ગુના ઉત્તરપ્રદેશ માં નોંધાયેલા છે.ત્યારે વધુ ફરાર બે આરોપો બ્રિજ મોહન અને આસમાન ઉર્ફે સાદાબ , જેમને પકડવા માટે સરદારનગર પોલીસ ની ટીમો ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવી છે.વૃદ્ધાની હત્યા કરી સીસીટીવીથી બચવા રેલવે ટ્રેકનો સહારો લેનાર આ ગેંગના બે સભ્યો અત્યારે જેલના સળિયા પાછળ છે. પોલીસ હવે ફરાર મુખ્ય આરોપીઓને પકડવા માટે કવાયત કરી રહી છે.








































