સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા નીકાળવામાં આવ્યું છે. આજે હિંમતનગર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ દ્વારા ન્યાય મંદિર ખાતેથી યાત્રાનું પ્રસ્થાન થયું હતું. બજારમાં થઈ યાત્રા ટાવર ચોક ખાતે પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા. ત્યાંથી યાત્રા પ્રાંતિજ તરફ જવા નીકળી હતી તે દરમિયાન પોલીસ પરિવાર દ્વારા યાત્રાને રોકી મહિલાઓએ પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ સામે અમિત ચાવડાએ કહ્યું કે, એમની તો ચચરી ગઈ છે બરાબરની દારૂના હપ્તાની. હવે તો જિજ્ઞેશ મેવાણી નહિ, આખું ગુજરાત બોલશે. આગળ કહ્યું કે, સમગ્ર ગુજરાતાં જે દારુ ડ્રગ્સના અડ્ડા ચાલી રહ્યા છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે. નાની વયે યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે. જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે અને તેને છાવરે છે. કદાચ પોલીસ સ્ટેશનમાં જે હપ્તો ઉઘરાવે છે તેમાંથી ૧૦ ટકા રૂપિયા તેમની પાસે છે. ૯૦ ટકા રૂપિયા રાજ્યના આઈપીએસ, રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચી છે. એ લોકોને હપ્તા બંધ થવાનો ડર લાગે છે. તેથી પોલીસના લોકોના નામે ભાજપના મળયતા અને હોદ્દેદારોના હાથમાં બનર લઈને વિધ કરવા મોકલે છે. ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે, હપતા બંધ થવાનો ડર છે. આ બૂટલેગરો જેલમાં જશે તેવી બીક છે, જે ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ ભાગીદારો દારુ ડ્રગ્સનો સોદો કરે છે. તેમને ફાળ બેસી છે કે ગુજરાતજનતાને અમે જગાડી છે. હપ્તા બંધ થશે એટલે હર્ષ સંઘવીના ઈશારે ભાજપના બુટલેગરો તેમના માણસો વિરોધ કરવા આવ્યા છે. બે નંબરના હપ્તા ઉઘરાવે છે તેમને જે હપ્તા ગાંધીનગરના સુધી પહોંચાડવા વહીવટદારો બનયા છે. આ તેમનો આક્રોશ છે. આ તેમનો ગરાસ લૂંટાઈ ગયો છે.
તો બીજી તરફ, થરાદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી હતી. દારૂ અને ડ્રગ્સ મુદ્દે જીગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતરાવવાની વાત કરી હતી એ હોમ ડિપાર્ટમેન્ટમાં વિસ્તારના એસપી અથવા તો પીઆઇ કક્ષાના અધિકારીઓ જવાબદાર હોય દારૂ અથવા ડ્રગ્સ ના કારણે તેની જવાબદારી હોય છે. પરંતુ કરોડના હપ્તા લેવા છે અને બીજા પરિવારને બરબાદ કરવા એવું નહીં ચલાવીશું. પરંતુ વિધાનસભાનું ગૃહ હશે તો પણ પોલીસની સારી કામગીરી માટે અભિનંદન પાઠવીશું. આ જિગ્નેશ મેવાણીને દબાવવાનો પ્રયાસ છે જ્યાં ખોટું થશે ત્યાં આજે બોલીશું કાલે બોલીશું અને બોલતા રહીશું. રાજકીય વિલ પાવર વાપરી જાહેરમાં કહો કે અમારા વિસ્તાર અથવા તો અમારા વિધાનસભામાં જાહેરમાં દારૂ વેચાશે તો અમે કાર્યવાહી કરીશું. આગામી સમયમાં ગામ વાઇસ મોહલા વાઇસ અને સીટી વાઇસ લીસ્ટ બનાવી એસપી સહિત જવાબદાર અધિકારીઓને આપવાના છીએ.