પાટીદાર પ્રજા કણમાંથી મણ પેદા કરે તેવી ખુમારી માઁ ઉમિયા અને અન્નપૂર્ણાએ આપી છે. ધરતીનો છોરું અગનથી ગગન સુધી પહોંચ્યો છે. જમીન સાથે બાથ ભીડીને ઉત્પાદન કરતી પ્રજા એટલે પાટીદાર.. પાટીદારોના વારસો સેવા, સહકાર અને સમાજના ઉત્થાન માટે સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. નેતૃત્વ અને સાહસ એ પાટીદારોના ગર્ભસ્થ સંસ્કાર રહ્યા છે. ‘સેવાહી પરમો ધર્મ હૈ’ તેવા આદર્શોને ચરિતાર્થ કરતા ઉત્તર ગુજરાતના પ્રબુદ્ધ અને બૌદ્ધિક મહેસાણા જિલ્લામાં લાલજીભાઈ પટેલનો જન્મ થયો. વિના સહકાર નહિ ઉદ્ધાર આ બાબતને કેન્દ્રસ્થાને રાખી સમાજનું હિત વ્યાપક બને તે માટે શ્રી સરદાર પટેલ ગ્રુપ સંગઠનની શરૂઆત ૧૯૯૬માં લાલજીભાઈ પટેલે કરી હતી. આ સંગઠનમાં સમાજના યુવાનો અને યુવતીઓ જોડાયા જેથી સમાજસેવા સારી રીતે થઈ શકે. સમાજશાસ્ત્રી મેંકાઈવર અને પેજના મતે સમાજ એટલે એક કરતાં વધુ વ્યક્તિઓ સહજીવન જીવવાની કોશિશ કરે છે, એકબીજાની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા પ્રયાસ કરે છે ત્યારે સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા જ ઉમદા અને ઉજળા હેતુસર લાલજીભાઈ પટેલે શ્રી સરદાર પટેલ સેવાદળની સ્થાપના કરી હશે. વર્ષ ૨૦૦૪માં શ્રી સરદાર પટેલ સેવાદળના નામે ચેરિટી કમિશનરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. લોકોને તેનું મહત્વ અને મૂલ્ય ધીમે ધીમે સમજાવવા લાગ્યું અને આજે એસપીજી SPG વિશ્વની ઓળખ બન્યું છે. ભગવદ્‌ ગીતાના અઢારમાં અધ્યાયમાં કૃષ્ણ ભગવાન કહે છે કે ઈશ્વર કણ-કણમાં, જીવ-જીવમાં વ્યાપેલો છે. જીવ સેવા, માનવસેવા એ જ માધવ સેવા છે. સ્વામી વિવેકાનંદના જનસેવાના આદર્શોને લાલજીભાઈ પટેલ એસપીજીના માધ્યમથી ચરિતાર્થ કરી રહ્યા છે. આફત વચ્ચે અવસર નિર્માણ કરવાનો ભગીરથ પ્રયાસ તેમના થકી થઈ રહયો છે. લાલજીભાઈ પટેલ માને છે કે અખંડ ભારતના સર્જક વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતો, વિચારો અને તેમના જેટલી જ મજબૂતાઈ પાટીદાર પરિવારના દરેક સભ્યમાં સાર્થક કરવાના અભિગમથી હર ઘર સરદાર અભિયાન પર શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી કાર્ય કરે છે. સૌ વાચક વર્ગની જાણવાની ઉત્સુકતા હશે કે એસપીજી કેવા હેતુથી કાર્યો કરે છે. સમાજ છે એટલે વ્યાધિ, ઉપાધિ અને આપત્તિ રહેવાની. આવા સમયે વિકટ પરિસ્થિતિમાં અડીખમ સેવાના અને આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ લોકો સાથે ઊભા રહેવાનું કાર્ય એસપીજી કરે છે. પાટીદાર સમાજની દીકરીઓના સંરક્ષણ માટે તેમજ વેપાર ધંધામાં ખંડણીખોર અને અસામાજિક તત્વોથી રક્ષણ માટે એસપીજી મદદરૂપ થાય છે. પાટીદાર પ્રજાના હિતાર્થે સેવાકીય પ્રવૃત્તિ નિયમિત થાય છે. અન્ય સમાજના લોકો આપણા સમાજની દીકરીને ફોસલાવી તેમજ લાલચ આપીને ભગાડીને લગ્ન કરી લે છે. આવી ભાગેડુ દીકરીઓના સંરક્ષણ માટે એસપીજી પરિવાર સાથે ઉભો રહે છે. એસપીજી વ્યસનમુક્તિ અને સમાજસેવાના કાર્યો કરે છે. સમાજની અંદર પાટીદારોને, આર્થિક રીતે જરૂરિયાતમંદોને મદદ કરે છે. કુદરતી આપત્તિ વખતે ખેડૂતોને સરકાર તરફથી જે લાભ મળે છે તેની ગાઈડલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ગામેગામ પહોંચાડવા પ્રયત્ન કરે છે. મેડિકલ ટ્રીટમેન્ટમાં બ્લડ ડોનેશન થકી લોહી એકત્ર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદને તાત્કાલિક પહોંચાડવામાં આવે છે. કોઈપણ પાટીદાર પ્રજાનો પ્રશ્ન હોય તેનું સોલ્યુશન લાવવા માટે ૧૦૮ ની જેમ એસપીજીના સભ્યોની ટીમ પહોંચી જાય છે અને પાટીદારને બચાવવા પ્રયત્ન કરે છે. એકવાર રૂ.૧૨૦૦ ભરીને એસપીજીના સભ્ય બન્યા એટલે તમારી ચિંતા કરવાની જવાબદારી લાલજીભાઈ પટેલની છે. હાલ ૨૨૦૦૦ સભ્યો બની ચૂક્યા છે. લાલજીભાઈનું સ્વપ્ન ૧,૦૦,૦૦૦ સભ્યો કરવાનું છે. જેમાં સમાજના યુવા વર્ગે કોની રાહ જોવાની હોય? એસપીજી મહેસાણા ઓફિસથી દર મહિને ઓનલાઇન ટ્રાન્જેક્શન થયેલા હિસાબનું સરવૈયું મૂકી દેવામાં આવે છે. તમારું દાન સ્કેનરથી અથવા તો બેંકની સિસ્ટમથી જ લેવામાં આવે છે. તે પૈસાનો ઉપયોગ વિદ્યાર્થીઓની લાઇબ્રેરી બનાવવામાં કે કોઈ ભયંકર મોટું ઓપરેશન હોય તેવા સમયે પાટીદારના પડખે એસપીજી ઊભું રહે છે. અત્યાર સુધી કરોડોની સહાય એસપીજીએ કરી છે. લાલજીભાઈ પટેલ અલગારી માણસ છે. તેના કરમમાં પાટીદાર સેવા લખેલી છે. છોટે સરદાર લાલજીભાઈ પટેલ વિચાર, વર્તન અને વ્યવહારથી સમાજની એકતાને મજબૂત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે પાટીદારોએ જાગવાનો સમય આવી ગયો છે. આજે ઘણા બધા સમાજ પોતાની એકતા દર્શાવે છે ત્યારે જ પ્રગતિના પંથે છે. પાટીદાર સમાજની એકતા હશે તો આપણે છાતી કાઢીને જીવી શકીશું. કાયદા, કાનૂન સાથે એસપીજી કાર્ય કરે છે. આપણા સમાજમાં દીકરાઓને દીકરીઓ મળતી નથી અને અન્ય સમાજના લોકો પાટીદારની દીકરીઓને લગ્નની લાલચે લઈ જાય છે તેવા સમયે સમાજના લોકો સમાજમાં જ લગ્ન કરે તે આજના સમયની માંગ છે. છેલ્લા ત્રણ વર્ષથી લાલજીભાઈ પટેલ ગુજરાત સરકાર પાસે લવમેરેજના કાયદામાં ફેરફાર લાવવા માટે લડત લડે છે. હમણાં જ થોડા સમય પહેલા રાજ્ય  સરકારે લગ્નના કાયદામાં ફેરફાર કરવાની સૈદ્ધાંતિક શરૂઆત કરી છે જેને એસપીજી વધાવે છે. આપણે કોઈપણ જગ્યાએ મંદિરમાં જઈએ તો માતાજીના ચરણોમાં રોકડ અથવા તો દક્ષિણા લખાવતા હોઈએ છીએ. એસપીજીમાં લખાવેલું દાન જરૂરિયાતવાળા લોકો માટે છે. મા-બાપ વગરના પાટીદાર પરિવાર હોય તેમને મદદ કરે છે. હમણાં જ દિલીપભાઈ પટેલના પરિવારને ૧૫ લાખ રૂપિયાનો ચેક છોકરાઓને આપવામાં આવ્યો જેથી તેમનું ભવિષ્ય આર્થિક મદદથી સુધરી શકે. અન્ય સમાજમાં આપણી છાપ એવી છે કે પાટીદારો સુખી જ છે. હા હું કહું છું કે અમે સુખી છીએ. સભ્ય સંખ્યા વધશે તો આપણા સંગઠનની તાકાત મજબૂત બનશે. પાટીદાર પાવર સમાજમાં હશે તો રાજકીય દ્રષ્ટિમાં દેખાશે. પાટીદારનો સિક્કો ક્યારેય પણ નમે નહીં તે માટે છોટે સરદાર લાલજીભાઈ પટેલ સમાજની એકતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે રાત દિવસ જોયા વગર કાર્ય કરે છે. આપણે ૨૪ કલાક તો ફાળવવાના નથી. પરંતુ એસપીજીના સભ્ય બનાવવામાં શા માટે પાછા પડીએ? પાટીદારની એક હાકલથી સભ્ય સંખ્યા ૧ લાખ પહોંચી જવી જોઈએ. લાલજીભાઈ પટેલની આ વ્યવસ્થા આવનાર ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. એસપીજી દ્વારા આપણા સમાજના લોકોને રોજગારી મળે, સંગઠન મજબૂત થાય, એકતાનો સદેશ વ્યાપક બને તે હેતુથી કાર્ય થઈ રહ્યું છે. બિનજરૂરી ખર્ચા કરીને લાઈફટાઈમ સમાજને આપણે શું આપીએ છીએ? અહીં તો લાલજીભાઈ પોતાનું સમગ્ર જીવન સમાજસેવા માટે સમર્પિત કરીને રાત દિવસ જોયા વગર કાર્ય કરે છે ત્યારે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના સંપાદક તરીકે હું આપને વિનંતી કરું છું કે એસપીજીના સભ્ય સંખ્યા બનાવવા માટે પ્રયત્ન કરીએ. સમાજનું માળખું મજબૂત બનાવવું હશે તો સૌએ સાથ આપવો પડશે. એક માણસ કેટલું કરી શકે? હિંમત હાર્યા વગર છોટે સરદાર કાર્ય કરે છે ત્યારે આપણી પણ ફરજ બને છે. જ્યારે તકલીફ આવે તે સમયે એસપીજી હશે તો શાંતિથી જીવી શકાશે. આટલી વાતમાં મારા પાટીદાર બંધુઓ સમજી જાય. સમાજની એકતા, અખંડિતતા અને સુરક્ષા એ એસપીજીનો મુખ્ય હેતુ છે. લાલજીભાઈના કાર્યોમાં સહયોગ આપીએ. જનસેવાના કાર્યો થઈ રહ્યા છે ત્યારે મદદના ભાવે તેમાં જોડાઈએ. એ જ સૌથી મોટી પાટીદાર સેવા હશે. એસપીજી હૈ તો ચિંતા કિસ બાત કી.. આ વાક્ય મારા પાટીદાર બંધુઓ સમજી જાય. જય સરદાર.. જય પાટીદાર.. જય પાટીદાર.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨