બાબરાની ચમારડી પેસેન્ટરની વિદ્યાર્થિની માટિયા ધ્રુવીશા નાથાભાઈ જિલ્લા કક્ષા કલામહાકુંભમાં લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઝોન કક્ષાએ પસંદગી પામી હતી. તેની સાથે સહાયક તરીકે લાલૈયા આરાધના,માટિયા પૂનમ,ઝાપડા દયા અને લાલૈયા ધાર્મિ એ સુંદર દેખાવ કર્યો હતો. ઢોલકવાદનમાં મકવાણા જીગરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમજ સર્જનાત્મક કારીગરીમાં વિકાણી ઝલક કાળુભાઇએ તૃતીય ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ હતું. સમગ્ર કૃતિને તૈયાર કરવામાં મીનાક્ષીબેન કસવાળા અને કાજલબેન ઠોળીયાએ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. સમગ્ર શાળા પરિવાર તથા એસએમસી કમિટીએ આ બાળાઓને અભિનંદન પાઠવ્યા હતા તથા ઝોન કક્ષાએ સફળતા પ્રાપ્ત કરવા શુભેચ્છા આપી હતી.