શેર બજારમાં રોકાણના નામે લોકોને ઊંચા નફાની લાલચ આપી છેતરપિંડી કરતી સાયબર ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. શેર ટ્રેડિંગમાં રોજના પાંચ ટકાથી વધુ નફાની લાલચ આપીને સુરતના એક ફરિયાદી પાસેથી ૧૩.૧૦ લાખ પડાવી લેનારા સાયબર ગઠિયાઓની તપાસ દરમિયાન પોલીસ કેરળના ગાઢ જંગલ સુધી પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મલ્લાપુરમ જિલ્લાના દુર્ગમ જંગલ વિસ્તારમાં આવેલા મકાનમાંથી ૪૬ વર્ષીય સલીના ટી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહિલાએ પોતાના પુત્ર સાથે મળીને બોગસ ફર્મ બનાવી ફેડરલ બેંકમાં જાઈન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ખાતું સાયબર માફિયાઓને છેતરપિંડીના નાણાં જમા કરાવવા માટે આપવામાં આવ્યું હતું, તેના બદલામાં મહિલા અને તેનો પુત્ર ગેરકાયદેસર વ્યવહારો પર ત્રણ ટકા કમિશન મેળવતા હતા.
સમગ્ર કેસની વિગતો મુજબ, સુરતના એક ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરીને દરરોજ પાંચ ટકાથી વધુ નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. સાયબર ગઠિયાઓએ સૌપ્રથમ ફરિયાદીને ચેટિંગ એપ્લિકેશનના ગ્રૂપમાં જાડ્યો હતો અને ત્યારબાદ પોતાની કંપની મારફતે વધુ કમાણી કરાવવાની લાલચ આપીને બનાવટી વેબસાઇટની લિંક મોકલી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ સેબીના નામે બનાવટી લેટરપેડ અને મેસેજનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાંમાં ફરિયાદી પાસેથી કુલ ૧૩.૧૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જાકે, જ્યારે ફરિયાદીએ રોકાણ પર મળેલા નફાના નાણાં ઉપાડવાની વિનંતી કરી ત્યારે રૂપિયા અટકાવી દેવામાં આવ્યા હતા. આ રીતે શેર ટ્રેડિંગના નામે ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી.
ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાની વિગતોના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસના તાર દક્ષિણ ભારતના કેરળ રાજ્યના મલ્લાપુરમ જિલ્લાના નિલંબુર સબડિવિઝન હેઠળના ચોક્કડ ગામ સુધી પહોંચ્યા હતા. આરોપી મહિલા ગાઢ જંગલની વચ્ચે આવેલા અંતરિયાળ વીટ્ટીક્કડાવુ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.
આ વિસ્તાર અત્યંત દુર્ગમ હોવાથી ત્યાં પહોંચવા માટે પાકો રસ્તો પણ નહોતો. પોલીસ ટીમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેરળ પોલીસના બે રાઇફલધારી જવાનો સુરત સાયબર સેલની ટીમ સાથે જાડાયા હતા. બંને ટીમો પગપાળા જંગલમાંથી પસાર થઈ અને લાકડાના સાંકડા પુલને પાર કરીને આરોપીના ઘર સુધી પહોંચી હતી. ત્યારબાદ ઘેરાબંધી કરીને ૪૬ વર્ષીય સલીના ટી, પત્ની ઉમ્મર થડીયન,ને તેના મકાનમાંથી ઝડપી લેવામાં આવી હતી.સ્થાનિક પોલીસની મદદથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેને સુરત લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાના ફેડરલ બેંકના ખાતાની તપાસ કરતાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયાનું બહાર આવ્યું હતું. ૯ જાન્યુઆરી, ૨૦૨૬થી ૨૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન આ ખાતામાં કુલ રૂ.૩૯,૭૦,૮૨૪ના વ્યવહારો થયા હતા. તેમાંથી રૂ.૩૩,૪૦,૦૦૦ની રકમ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપો‹ટગ પોર્ટલ પર તપાસ કરતાં આ જ બેંક ખાતા સામે દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૧૨ જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું.








































