ડી.જી.પી. કપ પ્રથમ શૂટિંગ સ્પોટ્ર્સ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬માં અમરેલી જિલ્લાના પોલીસ કર્મીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ચેતનાબેન બારડે પિસ્ટલ સ્પર્ધામાં પોતાની કુશળતા બતાવી ૨૫ મીટરમાં સિલ્વર મેડલ અને ૧૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે પ્રિયંકાબેન રામપ્રસાદીએ ૧૦ મીટર રાયફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર પોલીસ બેડામાં ખુશીનો માહોલ છે.










































