ને શાંતુનો અવાજ કાનમાં અથડાતાં મહેશ ફરી ડઘાઇ ગયો. લગભગ તે ધ્રુજવા લાગ્યો. તો પણ તેણે ઝડપથી શાંતુ સામે જાયું. જાયું તો ખરૂં પરંતુ તરત જ તેણે તેની નજર શરમથી નીચે ઢાળી દીધી. થોડા સમય માટે પણ શાંતુ સામે તે નજર મેળવી ન
આભાર – નિહારીકા રવિયા શક્યો. એટલે તો શાંતુ હવે ફરીથી બોલી: “કેમ…. મહેશ ? સાવ આવું થોડું ચાલે ? હું તો એક સ્ત્રી છું, મારાથી ડરવાનું કે પછી મારાથી આવી રીતે શરમાવાનું નહીં, સમજ્યો ? આમ જુવાન છોકરો થઇને તું શરમાય તો પછી આગળ જતાં મારૂં શું થશે ?! જા, આમ મારી સામે જા…”
આવું થતાં પરાણે પણ મહેશે શરમાતા શરમાતા તેની ગરદન ધીમે ધીમે ઊંચી કરી પછી શાંતુના ચહેરા પર તેણે તેની પાતળી નજર પાથરી. એ સાથે, એ સમયે જ શાંતુ ચાનો કપ દેવા માટે સહેજ વાંકી વળી… ને ચાનો કપ મહેશના હાથમાં પકડાવી દીધો. કપ પકડતા સમયે શાંતુની કોમળ આંગળીઓ સાથે મહેશની આંગળીઓનો સ્પર્શ થઇ ગયો. આ સ્પર્શ થતાંની સાથે વળી મહેશ ક્ષણેક ધ્રુજી ઊઠ્યો ને પછી ગરમ ગરમ ચાનો કપ મહેશે તેના હોઠે લગાવ્યો.
સાવ નજીક અને તદ્દન સામે થોડી વાંકી વળેલી શાંતુને મહેશ કયાંય સુધી જાતો રહ્યો. તેની નજર અત્યારે શાંતુએ પહેરેલાં ચપોચપ બ્લાઉઝ પર સ્થિર થઇ હતી. એ બ્લાઉઝમાં બે પારેવા જાણે ફડફડાટ કરતાં દેખાયા. ફાટફાટ થતી તેની જુવાની બ્લાઉઝમાંથી બહાર નીકળવા જાણે વ્યર્થ કોશિશ કરતી હતી. અને બન્ને સ્તન વચ્ચે જે ફાટ પડતી હતી, જેને ક્લીવેજ કહે છે, તેની ઊંડાઇ તો મહેશની આંખોમાં ઊંડી ઊંડી ઊતરી ગઇ અને એ ફાટના દેખાવે તો બાપ રે… મહેશના શ્વાસ ખૂબ જ વધારી દીધા. ખરે જ મહેશની છાતી ભીંસાવા લાગી. એ સાથે જ તેણે ચાની મીઠીમધ જેવી ચૂસકી ભરી લીધી. ત્યાં તો એક ડચકું તેને આવ્યું ને ઉધરસ ઊપડી. એ સાથે તેની આંખોમાં પાણી ભરાયું. એટલે પછી પાણીનાં પાતળા આવરણને લીધે શાંતુના શરીરનું જે રૂપ દેખાતું હતું તે મનગમતું દ્રશ્ય સાવ ધૂંધળું ધૂંધળું થઇ ગયું.
ચા… તો તેના ગળે માંડ માંડ ઊતરી. છતાં પણ આજની અત્યારની ચા…નો સ્વાદ મહેશને ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગ્યો. ચાના સ્વાદ કરતાં પણ શાંતુની નજરનો અને તેની કાયાનો સ્વાદ પણ નજરે ભરીને પીધેલો અનુભવ્યો હતો. એ ખુશ હતો, ખૂબ ખૂબ ખુશ ત્યારે…. શાંતુની નજરમાં તો આખેઆખા મહેશનો સ્વાદ ચાખવાની જાણે તીવ્ર તાલાવેલી જાગી ઊઠી હતી. આવી નજરનો સ્વાદ શાંતુની મારકણી નજરમાં કેદ થઇ ગયો હતો. મહેશની કુમળી અને કુણા માખણ જેવી ગમતીલી કાયા શાંતુના દિલમાં જાણે કે વસી ગઇ હતી.
આમ તો સારી સારી છોકરીઓ કોલેજ કાળ દરમ્યાન મહેશે સાવ નજીકથી જાયેલી. આવી છોકરીઓ સાથે અનેક નાની-મોટી રમતો પણ રમેલી હતી અને સજાડે ગીત પણ ગાયેલા. અનેક પ્રકારના અભિનય પણ કરેલા પરંતુ આ શાંતુ તો પ્રકૃતિએ કંઇક અલગ પ્રકારે ઘડેલી જીવંત મૂર્તિ હતી. એના એક એક ભાવનું વર્ણન કરવા બેસીએ તો મસમોટી વાર્તા બની જાય આવું અપ્રતિમ ઐશ્વર્ય હતું શાંતુના દેહમાં !
સપના ખીલે છે, હા…ફૂલની જેમ સ્વપ્નો પણ ખીલે છે. પછી એ ખીલેલા ફૂલોને ખૂબ માવજતથી સાચવવા પડે છે. ત્યારે… શાંતુ તો હવે મહેશનું એક ખીલેલું ફૂલ માત્ર સ્વપ્ન બની ગઇ હતી. તો પણ…. આ જાણવા છતાં શાંતુની બેહદ રીતે ખીલેલી નમણી દેહકલી જાઇને મહેશને હવે તો આપોઆપ અદ્ભુત આનંદ પ્રકટ થતો હતો.
દામલની જેમ જ મહેશને પણ સાહિત્યનો ખૂબ જ શોખ, રસાળ સાહિત્યનો રસિયો હતો. તેને વાંચવું અને લખવું અતિ પ્રિયકર…! પંચાયત સંચાલિત લાયબ્રેરીમાં ઘણીવાર તો તે કલાકો સુધી બેસી રહેતો. પુસ્તકો વાંચતો, ખૂબ ગમતી ગઝલોના પસંદ કરેલા શેરને તે તેની અંગત ડાયરીમાં ટપકાવી પણ લેતો. વધુ વાત કરીએ તો… હવે રોમાન્સ અને પ્રેમની શાયરીઓ તેને ખૂબ ખૂબ ગમવા લાગી હતી.
માનવ માત્ર પોતાના મનમાં જે કંઇ સંકલ્પ કરે છે તે પૂર્ણપર્ણ કયારેય સિધ્ધ થતો નથી. જુઓને, દામલે પણ જ્યોતિ સાવલિયા સાથે જીવનભર સંગાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કરેલો જ હતો. પરંતુ તેનો એ સંકલ્પ માત્ર તેનું સપનું બની ગયું. જ્યોતિ બધુ છોડીને ચાલી ગઇ. ને પછી જીવનસાથી બની ગઇ શાંતુ… કેવું થયું…? આને જ જિંદગી કહેવાય છે. (ક્રમશઃ)











































