મહારાષ્ટ્ર ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી એસપીના સુપ્રીમો શરદ પવારના સ્વાસ્થ્ય અંગે એક મુખ્ય અપડેટ આવ્યું છે. છાતીમાં ચેપ લાગવાથી તેમને પુણેની એક ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ હવે સ્થિર છે અને આગામી બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ બુધવારે આ માહિતી આપી હતી.
રાજ્યસભા સભ્ય શરદ પવાર (૮૫) એ શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને સોમવારે બપોરે પુણે જિલ્લાના બારામતી શહેરમાં તેમના નિવાસસ્થાનેથી રૂબી હોલ ક્લનિકમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચિકિત્સક અને ટ્રસ્ટી ડા. સિમોન ગ્રાન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પવારનું સ્વાસ્થ્ય સ્થિત છે અને સતત સુધારો થઈ રહ્યો છે. તેમની એકંદર કલીનીક સ્થિતિ સ્થિર અને સંતોષકારક છે.
તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તેમને જે છાતીમાં ભીડનો અનુભવ થયો હતો તે સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યો છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ શારીરિક તાણ અને થાકને કારણે છે, ખાસ કરીને તાજેતરના વ્યાપક મુસાફરી અને વારંવાર જાહેર સંપર્કોને કારણે વધુ ખરાબ થઈ છે.
ડા. ગ્રાન્ટે કહ્યું, “જા તેમના સ્વાસ્થ્યમાં સુધારો ચાલુ રહે તો ડોકટરોની ટીમ તેમને આગામી બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવાની યોજના બનાવી રહી છે.” ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર મૌખિક કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમના ભત્રીજા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ૨૮ જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. અજિત પવારના પત્ની અને મહારાષ્ટ્ર ના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, તેમના પુત્ર પાર્થ સાથે, સોમવારે સાંજે શરદ પવારના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.










































