વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ઇસમોની તપાસ કરી પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. આર.આર. રાયજાદાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્કવોડ અને વેરાવળ સીટી પોલીસ સ્ટાફે વેરાવળ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને કામ કરતા પરપ્રાંતીય ઇસમોને શોધી કાઢ્યા હતા.