વેજાગામ પ્રાથમિક શાળામાં ‘નેશનલ સાયન્સ ડે’ નિમિત્તે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ૪૦ જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી. વિજ્ઞાન શિક્ષક મિરલભાઈ શેરઠીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં સરપંચ વર્ષાબેન ભાલાળા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, શાળામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇએમટી વિશાલભાઈ ઠાકોર અને પાયલોટ શક્તિસિંહ ચુડાસમાએ અકસ્માત કે હાર્ટએટેક જેવી કટોકટીમાં લેવાતા પ્રાથમિક સારવારના પગલાંનો જીવંત ડેમો રજૂ કર્યો હતો.






































