ગ્રામ્ય જિલ્લાના વિરપુર હાઈવે પર પોલીસે દારૂની કટીંગ કરતા બુટલેગરો પર મોટી કાર્યવાહી કરી છે. અંધારાનો લાભ લઈને દારૂની કટીંગ કરી રહેલા આરોપીઓ પર ત્રાટકતા પોલીસે આઈસર ટ્રક, બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ કાર સહિતનો કાફલો કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ?૪૫,૪૩,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિરપુર પોલીસ મથકના પી.આઈ. એસ.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી કે ઈન્દ્રપ્રસ્થ ગેટની અંદરના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો કાઢી બોલેરો, અશોક પીકઅપ અને સ્વિફ્ટ કારમાં ભરી રહ્યા છે (કટીંગ કરી રહ્યા છે). પોલીસે તુરંત જ રેડ કરતા આરોપીઓમાં નાસભાગ મચી ગઈ. અંધારાનો લાભ લઈ મોટાભાગના ઈસમો ભાગી ગયા, પરંતુ રિયાજ ઉર્ફે પિન્ટુ આમદભાઈ હેરંજા (રહે. રાજકોટ, નીલકંઠ પાર્ક) પોલીસના હાથે ઝડપાઈ ગયો.
સ્થળ પરથી પોલીસે ગ્રીન લેબલ અને ૮ પીએમ વ્હીસ્કીની પેટીઓ ઉપરાંત અંદાજે ૧૦ લાખની કિંમતનું આઈસર ટ્રક, ૫-૫ લાખની કિંમતના બોલેરો, અશોક લેલન અને સ્વિફ્ટ કાર તેમજ ૬૦ હજારના મોબાઈલ મળી કુલ ૪૫,૪૩,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રિયાજ ઉર્ફે પિન્ટુ સહિત આઈસર ટ્રક ચાલક, અજય કોળી (બોલેરો ચાલક), અલ્તાફ ઠેબા (અશોક લેલન ચાલક, રહે. જૂનાગઢ), તોસીફ ઉર્ફે બાઘો અસીમભાઈ ઉમરેટીયા (દારૂ મંગાવનાર, રહે. રાજકોટ), રાણાભાઈ રબારી (રહે. જૂનાગઢ) અને મજૂરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી રિયાજ ઉર્ફે પિન્ટુ અગાઉ જામનગરના કાલાવડ અને રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓમાં આઈસર ટ્રક ચાલક, અજય કોળી, અલ્તાફ ઠેબા, તોસીફ ઉર્ફે બાઘો, રાણાભાઈ રબારી અને અન્ય મજૂરોનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.