ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓએ રાજ્ય સરકારને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ, કોલેજા અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયને વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર, ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી ગુજરાતમાં કુલ ૩,૦૦૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આનો અર્થ એ થાય કે રાજ્યમાં દરરોજ સરેરાશ૧ થી ૨ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે.વિદ્યાર્થીઓની આત્મહત્યાના વર્ષવાર આંકડા જાઇએ તો ૨૦૧૭ ૬૩૮ કેસ,૨૦૧૮ ૫૭૦,૨૦૧૯ ૫૭૫ કેસ ,૨૦૨૦ ૫૯૭ કેસ, ૨૦૨ ૧૬૨૨ કેસ છે એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૪૯૫ સ્કૂલ અને કોલેજ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમાં ૨૪૬ છોકરીઓ હતી. આ જ સમયગાળામાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા ૬,૮૭૯ હતી. ખાસ કરીને ૨૦૨૨માં પરીક્ષામાં નાપાસ થવાને કારણે ૧૫૫ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. મુખ્ય કારણોમાં પરીક્ષાનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.આ ચિંતાજનક આંકડાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ માર્ગદર્શિકા જાહેર કરી છે,જે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે.પ્રતિ ૧૦૦ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો ફરજિયાત. ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓવાળી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઊભી કરવી પડશે.









































