તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી વિશ્વ હિંદુ પરિષદની પ્રાંત બેઠકમાં વિજયભાઈ દેસાઈની અમરેલી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ એક વિઝનરી યુવા આગેવાન છે. જેઓમાં સંગઠનશક્તિ, પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને સંસ્કૃતિક દ્રષ્ટિનો અનોખો સમન્વય છે. તેમની અધ્યક્ષ પદે થયેલી વરણીને લઈને ચિતલ – જશવંતગઢ ગામ માટે પણ ગૌરવની લાગણી ઊભી થઈ હતી. આ અવસરે ગામના આગેવાનો અને કાર્યકરો દ્વારા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. અગ્રણી ઉદ્યોગપતિ અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા લાલજીભાઈ દેસાઈની અમરેલી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ પદે થયેલી વરણીના અવસરે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચિતલ ગુરૂકુલ સ્વામી હરીચરણદાસજી, લાતી બજાર એસોસિએશન, જશવંતગઢ ગ્રામ પંચાયત, ચિતલ ગ્રામ પંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ અને જશવંતગઢ સેવા સહકારી મંડળી તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, જયસુખભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, રઘુવીરસિંહ સરવૈયા, મનસુખભાઈ નાડોદા, જયંતિભાઈ દેસાઈ, સુખદેવસિંહ સરવૈયા, અશોકભાઈ માંગરોળિયા, લક્ષ્મણભાઈ સોરઠિયા, હસુભાઈ ધાનાણી, સુરેશભાઈ તળાવિયા, મનુભાઈ અસલાલિયા, મોતીભાઈ કાનાણી, દિનેશભાઈ પાટીદાર, હરેશભાઈ ધામી, પરશોત્તમભાઈ પટેલ, જસુભાઈ ખત્રા, ચંદેશભાઈ પાટીદાર, વલ્લભભાઈ મેશિયા, અરવિંદભાઈ દેસાઈ, મધુભાઈ ભાલાળા, જે.પી. માંગરોળિયા, પી.પી. માંગરોળિયા, કનુભાઈ માંગરોળિયા, જગુભાઈ મોદી, મગનભાઈ ફાગણિયા, મનુભાઈ માવાણી, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, રાજુભાઈ ધાનાણી, કાનુભાઈ વિરડીયા, ચંદુભાઈ બુંધેલિયા, જિગ્નેશભાઈ દેસાઈ, અગલભાઈ ભારમલ, અમઝાભાઈ ભારમલ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.