માધવ સેવા ટ્રસ્ટ દ્વારા વિજપડી લોહાણા મહાજનવાડી ખાતે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ૧૨૪મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના દાતા, માધવ સેવા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર તથા તેમની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૨૫ દર્દીઓએ આંખની તપાસનો લાભ લીધો હતો. તેમાંથી ૩૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાસ વાહન દ્વારા લઈ જવામાં આવ્યા. કેમ્પમાં આવતા તમામ દર્દીઓને ચા, પાણી તેમજ મોતિયાના ઓપરેશન કરાવનાર દર્દીઓને બપોરનું ભોજન સેવા મંડળ દ્વારા આપવામાં આવ્યું. આ તકે બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહીને કેમ્પનો લાભ લીધો હતો. તેમજ, માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ગામલોકોના સહકારથી આખા ગામમાં બધા વિસ્તારોમાં કૂતરાઓ તથા ગાયોને ચુરમાના લાડુ બનાવીને ખવડાવવામાં આવ્યા હતા. ગામ ઉપર વરુણદેવની સદાય કૃપા રહે અને વરસાદ-પાણી તેમજ વેપાર-ધંધા-રોજગાર સારા ચાલે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી હતી.