મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ અંગે મોટા સમાચાર આવ્યા છે. હવે, જ્યારે પણ ક્રિકેટ ચાહકો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરશે, ત્યારે તેઓ ભારતીય ક્રિકેટના દિગ્ગજાના વારસાને વધુ નજીકથી અનુભવશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ ૨૭ ફેબ્રુઆરીના રોજ તેની એપેક્સ કૌન્સ્લન ની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્ટેડિયમના પ્રેસ બોક્સની નીચે લેવલ ૧ સ્ટેન્ડનું નામ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને કોચ રવિ શાસ્ત્રના નામ પર રાખવામાં આવ્યું.
એમસીએ પ્રમુખ અજિંકયું નાઈકે એક નિવેદન જારી કરીને કહ્યું કે મુંબઈ ક્રિકેટ આપણા દિગ્ગજા દ્વારા નાખેલા મજબૂત પાયા પર ઊભું છે. તેમણે કહ્યું કે શહેર અને દેશને ગૌરવ અપાવનારાઓનું સન્માન કરવાની અમારી જવાબદારી છે. પ્રેસ બોક્સની નીચે લેવલ ૧ સ્ટેન્ડનું નામ રવિ શા†ીના નામ પર રાખવાનો પ્રસ્તાવ ખેલાડી, નેતા અને કોચ તરીકેના તેમના અપાર યોગદાનને શ્રદ્ધાંજલિ છે.
મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમ્યા પછી, રવિ શાસ્ત્ર એ ભારત માટે ૮૦ ટેસ્ટ અને ૧૫૦ વનડે રમી. તેમણે ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, ભારત ૨૦૧૯ વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું.શાસ્ત્રના કોચિંગ હેઠળ, ભારતે ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયન ભૂમિ પર તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી અને ૨૦૨૦-૨૧માં તે ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન કર્યું.
શાસ્ત્ર ઉપરાંત,એમસીએએ સ્ટેડિયમના ત્રણ દરવાજા પણ દિગ્ગજ ખેલાડીઓને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. દરવાજાઓનું નામ દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એડુલજીના નામ પર રાખવામાં આવશે. દિલીપ સરદેસાઈએ ૧૯૭૧ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ૬૪૨ રન બનાવીને ભારતની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એકનાથ સોલકર શોર્ટ લેગમાં તેમના ઉત્તમ કેચિંગ માટે જાણીતા હતા. ડાયના એડુલજી ભારતીય મહિલા ક્રિકેટમાં અગ્રણી વ્યકિતઓમાંની એક હતી, જેમણે ૨૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કર્યું હતું. અજિંકયું નાઈકે કહ્યું કે વાનખેડે સ્ટેડિયમના દરવાજા દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એડુલજીને સમર્પિત કરવાનો હેતુ આ ભવ્ય વારસાને યાદ કરવાનો છે.













































