વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજા દિવસ છે. સોમનાથના દરિયા કિનારેથી શરૂ કરીને રાજકોટના ઔદ્યોગિક હબ અને ગાંધીનગરના મેટ્રો પ્રોજેક્ટ સુધી,વડાપ્રધાન મોદી આજે વિકાસ અને શ્રદ્ધાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદની આ બીજી આવૃત્તિ છે. આ કાર્યક્રમ સમગ્ર પ્રદેશના ઉદ્યોગો,એમએસએમઇ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૩૫૪૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ૭ જિલ્લાઓ (અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર) માં ૧૩ નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોનું ઉદ્ઘાટન કર્યું
વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, “૨૦૨૬ ની શરૂઆત પછી આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. તે વધુ સુખદ છે કારણ કે મારી ૨૦૨૬ ની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવાથી શરૂ થઈ હતી. હું ગુજરાતના હૃદયમાં આવેલા રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. આનો અર્થ વિકાસ અને વારસો બંને છે. આ મંત્ર દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે. જ્યારે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્લેટફોર્મ સ્થાપિત થાય છે, ત્યારે મને ફક્ત સમિટ જ દેખાતી નથી, હું ૨૧મી સદીમાં આધુનિક ભારતની સફર જાઉં છું, એક એવી સફર જે એક સ્વપ્નથી શરૂ થઈ હતી અને હવે અટલ આત્મવિશ્વાસના બિંદુ પર પહોંચી ગઈ છે. બે દાયકામાં, વાઇબ્રન્ટ ગુજરાત સફર એક વૈશ્વિક માપદંડ બની ગઈ છે. અત્યાર સુધીમાં દસ આવૃત્તિઓ યોજાઈ છે, અને દરેક આવૃત્તિ સાથે, આ સમિટની ઓળખ અને ભૂમિકા વધુ મજબૂત બની છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણને સમય કરતાં આગળનું વિચારનાર નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે. ૨૦૦૩ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટને મળેલી સફળતા બાદ ગુજરાતના વિકાસને વેગ મળ્યો છે. પાછળ ૨૪ વર્ષમાં ૩.૫૭ લાખનું એફડીઆઇ આવ્યું છે. સ્ટેટ જીડીપીની જેમ જિલ્લાઓના નક્કી કરવામાં આવ્યા.
નાયબ મુખ્યમંત્રીએ સંબોધનમાં કહ્યું કે, પહેલા વાપીથી તાપી તરીકે ગુજરાત ઓળખાતું હતું. હવે ગુજરાત એન્જીનિયરીંગ ક્ષેત્રે ઉભરી આવ્યું છે. ૨૦૦૩માં ૮૦ એમઓયુ થી વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. ૧૫૦૦ થી વધુ એમઓયુ આ વખતે થશે. ગુજરાતમાં ઉદ્યોગકરોના પ્રશ્નોનો ઉકેલ લેવામાં આવે છે. ઉદ્યોગોના વિકાસ કરવામાં આવે છે. ઉદ્યોગોને ગેરેન્ટીની વાત હોય તો સરકાર મદદ કરે છે. ગિફ્ટ સિટીનું વિઝન પ્રધાનમંત્રી દ્વારા મુકવામાં આવ્યું હતું જે પૂર્ણ થયું છે. ધોલેરા પણ સ્માર્ટ સિટી તરીકે વિકસિત થયું છે.
રાજકોટમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોએન્કા, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર કરણ અદાણી ઉપસ્થિત રહ્યા. આ સિવાય ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતા, એસ્સાર કેપિટલ/એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડના ડિરેક્ટર પ્રશાંત રૂઇઆ ઉપસ્થિત રહેશે. આ સિવાય રવાન્ડના હાઈ કમિશ્નર તેમજ ગુયાનાના હાઈ કમિશ્નર પણ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા. ખંભાળીયાના ધારાસભ્ય મુળુ બેરા પણ રાજકોટમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સમાં સામેલ થયા. તેમણે જણાવ્યું, ‘રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનની વાઇબ્રન્ટ સમિટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ઉદ્યોગો વિશ્વ ફલક પર પોતપોતાની ઓળખ ધરાવે છે, ત્યારે આ ઉદ્યોગો સાથે એમઓયુ થશે, નવા ઉદ્યોગો આવશે, જેને લીધે રોજગારી પણ ઊભી થશે.’
તો ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ કહ્યું કે ‘આ સમિટના કારણે બિઝનેસ વધ્યા છે, નોકરીની તકો મળે છે. આજે વાઇબ્રન્ટ સમિતે આખી દુનિયા બદલી નાખી છે. સરકારને ધન્યવાદ છે, વાઇબ્રન્ટ શરૂ થયા પછી હવે આજે રાજકોટમાં ફોરેનરો આવે છે, આ રાજકોટ માટે સુવર્ણ તક છે.’








































