વલસાડ જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગે એવો સપાટો બોલાવ્યો છે કે કોઈ કહી નહીં શકે કે સરકારી તંત્ર નિષ્ક્રીય છે. સરકારી તંત્ર ગુનેગારો પર અને કાયદો તોડનારા પર ત્રાટકે ત્યારે કેવું ત્રાટકે તે વલસાડના ખાણ અને ખનીજ વિભાગે બતાવી દીધું છે.
વલસાડ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગે રેતી ખનન પર દરોડા પાડ્યા છે. રેતી ખનન અને તેનો સંગ્રહ કરનારા સ્થળો પર પણ રેડ પાડી છે. આ સાથે વલસાડ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ સંગ્ર અને ગેરકાયદે ખનીજ ખનનના ૮૯ કેસ કરીને ખનીજ ચોરી કરનારાઓમાં સોંપો પાડી દીધો છે.
વલસાડના માઇનિંગ વિભાગે આ કિસ્સોમાંકુલ ૮૮ લાખથી વધુની રકમનો દંડ ફટકાર્યો છે અને તેની સાથે દરોડા દરમિયાન લાખોની રકમનો ખનીજનો જથ્થો અને વાહનો જપ્ત કર્યા છે. ખાણ અને ખનીજ વિભાગના સપાટાના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડના માઇનિંગ વિભાગની કાર્યવાહીથી લોકોમાં પણ ખુશી છે. વલસાડમાં માઇનિંગ માફિયાઓ લોકોને રાડ પોકરાવી દીધી હતી. તેમના ડમ્પરોનો ત્રાસ ગજબનાક હતો અને તેના કારમે વલસાડના વિવિધ શહેરોમાં અને તેમા પણ ખાસ કરીને ખનનની નજીકના સ્થળોએ તો રોડ બેસી ગયા હતા. તેમને જાણે કોઈ પૂછનાર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.