ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા વરૂડી (અમરપુર) ગામમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૫/ ૯ /૨૦૨૫ ના રોજ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ અંતર્ગત આશાદીપ ફાઉન્ડેશનના સહયોગથી વરૂડી ગામમાં ૩૦ બહેનો સાથે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાંત નીતાબેન જોશી દ્વારા સ્તન કેન્સરની બીમારીની સમસ્યા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.