વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. જીવન નગર વિસ્તારના વુડા (વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) હાઉસિંગ સોસાયટીમાં રહેતા રમેશ છગન વસાવા નામના વ્યકિત એ પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સ્વેટરના દોરાથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.ઘટનાની સમગ્ર વિગતો પોલીસ સૂત્રો અનુસાર, રમેશ વસાવા પર તેની પત્ની સાથે ઝઘડો અને મારામારી કરવાનો આરોપ હતો. આ ઘટનાની ફરિયાદ બાદ પાણીગેટ પોલીસે તેમને અટકાયતમાં લીધો હતો. અટકાયત બાદ તેને પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા.આજે સવારે જ્યારે પોલીસ કર્મચારીઓએ લોકઅપ તપાસ્યું ત્યારે રમેશને ગળેફાંસો લાગેલી હાલતમાં જાવા મળ્યા. તેમણે પોતાના સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને આ અંતિમ પગલું ભર્યું હતું. તાત્કાલિક તબિયત તપાસ માટે તેમને નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
માહિતી અનુસાર સવારે ચાર આરોપીઓ લોકઅપમાં સૂતા હતા જ્યારે રમેશ જાગ્યો. સવારે ૬ઃ૪૩ વાગ્યે, રમેશ વસાવા ટોઇલેટમાં ગયો, બારી સાથે સ્વેટરનો દોરો બાંધ્યો અને ફાંસી લેવાનો પ્રયાસ કર્યો. તે સાંજે ૬ઃ૪૮ વાગ્યે બહાર આવ્યો. પછી, સાંજે ૬ઃ૪૯ વાગ્યે, તે ફરીથી ટોઇલેટમાં ગયો, જ્યાં તેણે આત્મહત્યા કરી. ત્યારબાદ, બીજા આરોપી જાગી ગયો અને ટોઇલેટમાં ગયો, જ્યાં તેણે રમેશને લટકતો જાયો. તેણે બૂમ પાડી અને પીએસઓને ઘટનાની જાણ કરી. પીએસઓ લોકઅપમાં દોડી ગયા અને પીઆઇને જાણ કરી. એસીપી અને ડીસીપીને પણ જાણ કરવામાં આવી, અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે (૨૦ જાન્યુઆરી) સાંજે રમેશ વસાવાને લોકઅપમાં મૂકવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ લોકઅપમાં હતા. આજે સવારે, આશરે ૬ઃ૦૦ થી ૬ઃ૧૫ વાગ્યાની વચ્ચે, તે લોકઅપના વોશરૂમમાં ગયો અને તેના સ્વેટર હૂડીના દોરીનો ઉપયોગ કરીને ફાંસી લગાવી લીધી.
ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ,એસડીએમ અને એસીપીને તાત્કાલિક જાણ કરવામાં આવી. તપાસ ચાલી રહી છે.એસડીએમની હાજરીમાં પંચનામા કરવામાં આવશે, અને પછી ડોકટરોના પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની વિડિઓગ્રાફી અને રેકો‹ડગ કરવામાં આવશે, અને કાનૂની તપાસ હાથ ધરવામાં આવશે.
ગઈકાલે પોલીસે આરોપીને બેલ્ટથી માર માર્યો હોવાના પરિવારના આરોપ અંગે,ડીસીપીએ કહ્યું કે હાલમાં એસડીએમ અને એસીપી ની હાજરીમાં શરીરનું પંચનામા કરવામાં આવી રહ્યું છે. જા માર મારવાના કોઈ ચિહ્નો મળશે, તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં બહાર આવશે. જા કે, પ્રથમ નજરમાં, તે પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદને કારણે ઉદ્ભવેલી સામાન્ય ફરિયાદ લાગી રહી હતી, અને પોલીસે કોઈ માર માર્યો નથી.
તેમણે ઉમેર્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લોકઅપમાંથી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તે પછી જ કોની બેદરકારી સામેલ હતી તે અંગે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું શક્્ય બનશે. પોસ્ટમોર્ટમ, સીસીટીવી વિશ્લેષણ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ સત્ય સામે આવશે. તપાસ ચાલુ છે.