વડીયા શહેરમાં આવેલી અ.હીં. કન્યા વિદ્યાલયમાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ ન હોવાથી વડીયા વિકાસ સમિતિ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે. વડીયા વિકાસ સમિતિના પ્રમુખ જુનેદભાઈ ડોડીયાએ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર પાઠવી જણાવ્યું છે કે વડીયામાં આવેલી અ.હીં. કન્યા વિદ્યાલયમાં અંદાજે ૩૦૦ જેટલી બાળાઓ અભ્યાસ કરે છે પરંતુ આ શાળામાં શિક્ષકોની સંખ્યા પૂરતી ન હોવાથી વિદ્યાર્થિનીઓનો અભ્યાસક્રમ પૂરો થતો નથી જેના કારણે વિદ્યાર્થિનીઓને જોઈએ તેવી સફળતા મળતી નથી. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવતી નથી. જેથી વિદ્યાર્થિનીઓના હિતને ધ્યાનમાં રાખી ખાલી પડેલી જગ્યામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થિનીઓને ધાર્યું પરિણામ મળી શકે તેમ અંતમાં જુનેદભાઈ ડોડીયાએ જણાવ્યું હતું.