વડીયાના રામપુર ગામ પાસે ટ્રક ચાલકે ફોરવ્હીલને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે રામપુર ગામે રહેતા ભરતભાઈ કાંતિલાલ તળાવીયા (ઉ.વ.૩૭)એ ઢુંઢીયા પીપળીયા ગામના ભુપતભાઈ જગુભાઈ ચાક સામે ફરિયાદ નોંધાવી હતી. ભુપતભાઇ જગુભાઇ ચાક પોતાનો હવાલાવાળો ટ્રક જેના રજી.નં. જી.જે.૦૩.બી.ઝેડ.૫૯૯૨ નો પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવી તેમની ફોરવ્હીલ ગાડી સાથે ભટકાવ્યો હતો. જેના કારણે તેમની ફોરવ્હીલમાં નુકસાન થયું હતું તેમજ ભાભી રંજનબેનને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































