અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા અમરેલીમાં પોલીસે સરકારી દબાણ દૂર કરી અસામાજિક તત્વોને કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો હતો ત્યારબાદ ગઈકાલે ધારીના પ્રેમપરામાં પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તો બુધવારે વડીયા તાલુકાના તોરી અને ખાન ખીજડીયા ગામે પોલીસે ૨ ઇસમોના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. વડીયાના પીએસઆઇ અને વીજ ટીમ દ્વારા તોરી ગામેથી ચિરાગપરી ચંદુપરી ગોસાઈ અને ખાન ખીજડીયા ગામે કુલદીપ ભીખાભાઈ બસીયા નામના બંને ઇસમો સામે જરૂરી પુરાવા એકત્ર કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ છવાયો છે.