અમરેલી જિલ્લાના વડિયા ખાતે આવેલી શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલમાં ૧૯૮૦થી યોજાતી વિદ્યાર્થી ક્રિકેટ ટુર્નામેન્ટ કોરોના બાદ આ વર્ષે ફરી શરૂ થઈ. SPL-૨૦૨૬ (શ્રી સુરગવાળા પ્રીમિયર લીગ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છ ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અથર્વ ઇલેવન અને આદિત્ય ઇલેવન વચ્ચે યોજાઈ હતી. ફાઇનલ મેચનો પ્રારંભ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર કેજર સિંધી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રોમાંચક ફાઇનલમાં શિક્ષક કિરીટ જોટવની ટીમ ‘આદિત્ય ઇલેવન’નો ભવ્ય વિજય થયો હતો, અને વિજેતા વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડમાં ટ્રોફી સાથે જીતની ઉજવણી કરી હતી. બાવકુ ઊંધાડે વિદ્યાર્થીઓને મોબાઈલ યુગમાં શારીરિક સશક્ત બનવા મેદાની રમતો રમવા અનુરોધ કર્યો હતો.








































