દેશ-વિદેશમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા ધર્મ-જ્ઞાન સાથે સમાજ સુધારણારૂપી એક અનોખી પ્રવૃતિ ચાલી રહી છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા હાલ તાઈજીની ૧૦૦મી શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મહિનામાં ચાર વાર પ્રકૃતિ પૂજનના કાર્યક્રમરૂપી અનોખી સેવાઓ કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વડિયામાં સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા લોકો દ્વારા પ્રકૃતિ પૂજનના ભાગ રૂપે ગામના અંતિમધામના રોડ સહિત સમગ્ર પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરીને સ્વચ્છતા હી સેવારૂપી પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યુ હતુ. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયેલા ભાઈઓ-બહેનોએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.










































