લોકશાળા – ખડસલી N.S.S.યુનિટ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામ મુકામે એક ખાસ N.S.S. શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન દ્ગ.જી.જી. યુનિટ દ્વારા ગ્રામ સફાઈ, સુત્રલેખન, જાહેર સ્થળોની સફાઈ અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ જેવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગામમાં લોક જાગૃતિ, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ, “જાગો ગ્રાહક જાગો” અભિયાન, વ્યસન મુક્તિ કાર્યક્રમ, પાણી સંરક્ષણ કાર્યક્રમ અને “બેટી બચાવો બેટી પઢાવો” જેવા વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. શિબિર અંતર્ગત મઢડાની પ્રાથમિક શાળા ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ડાંડીયા રાસ, મોબાઈલની મોહજાળ અને વ્યસનથી કેન્સર અંગેના જાગૃતિલક્ષી નાટકો તેમજ વિવિધ નૃત્યો અને રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે ગ્રામ આગેવાન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવતા કનુભાઈ ઝાઝડા તરફથી તમામ લોકોને પ્રેમથી બપોરનું ભોજન કરાવવામાં આવ્યું હતું. લોકશાળા – ખડસલીના આ N.S.S. કેમ્પને સફળ બનાવવા માટે દ્ગ N.S.S.  પ્રોગ્રામ ઓફિસર ગોવાભાઈ ગાગિયા, હરેશભાઈ પંડ્‌યા, નાનજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ પટેલ, શીતલબેન વાઘ, અપેક્ષાબેન ચાવડા અને કિશનભાઈ બલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનમાં મઢડા ગામના સરપંચ નાજુભાઈ તેમજ ગભરુભાઈ મોભ, કનુભાઈ ઝાઝડા, જગુભાઈ ઝાઝડા અને સમગ્ર ગ્રામજનોનો સાથ સહકાર સાંપડ્‌યો હતો. અને વિદ્યાર્થીઓની કામગીરીને વધાવી હતી.