એલ.જી. એજ્યુકેશન કેમ્પસ, લુણીધાર ખાતે શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના એલ.કે.જી., એચ.કે.જી.થી માંડીને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ પોતે શિક્ષક, આચાર્ય અને અન્ય ભૂમિકાઓ ભજવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોની ભૂમિકામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વર્ગખંડોમાં જ્ઞાન પીરસ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અને શિક્ષકોના યોગદાનથી પરિચિત કરાવવાનો હતો. શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પાઠક, કેમ્પસ ડિરેક્ટર મેહુલભાઈ પાઠક, તુષારભાઈ પાઠક અને સમગ્ર સ્ટાફે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો.