બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને લઈને લીલીયા તાલુકા કોળી સમાજ દ્વારા મામલતદાર લીલીયા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, લૂખ્ખા અસામાજિક તત્વોએ પહેલેથી ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી નવનીતભાઈ પર જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયો કોણે અને કોના કહેવાથી બનાવ્યો, ક્યા સ્થળે કાવતરું રચાયું, કયા આરોપીઓ સંડોવાયેલા છે અને કોની ધરપકડ બાકી છે તેની સચોટ તપાસની માંગ કરાઈ છે.








































