અમરેલી એસ.પી. સંજય ખરાત અને ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની સૂચનાથી લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ લીલીયામાં મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ યુવાધનને નશાની લતથી બચાવવાનો છે. તપાસ દરમિયાન મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની નશાકારક દવાઓ, કફ સીરપ કે નિયંત્રિત દવાઓ માન્ય ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી નહીં. વધુમાં, દવાના વેચાણ સમયે પ્રિસ્ક્રિપ્શનની નકલ અને રજિસ્ટરમાં એન્ટ્રી જાળવવી ફરજિયાત છે. લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ જ સ્ટોર પર હાજર રહેવું પડશે. જો કોઈ સ્ટોર પર નિયમોનું ઉલ્લંઘન કે વાંધાજનક વસ્તુઓ મળી આવશે, તો તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં ચાલી રહેલા નશા વિરોધી અભિયાનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર વેચાણ અટકાવી શકાય.










































