લીલીયા મોટા ગ્રામ પંચાયતના સદસ્ય શબ્બીર દલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક પત્ર પાઠવવામાં આવેલ છે. પત્રમાં જણાવેલ કે લીલીયા મોટા ગામે હાલ વિકાસ કામો શરૂ છે જેમાં આદર્શ સોસાયટીમાં સી.સી રોડનું કામ, તુષારભાઈ ધોરાજીયાના ઘર પાસે સી.સી રોડનું કામ,
અમૃતબા હાઇસ્કૂલમાં શૌચાલયનું કામ, તાલુકા પંચાયતની બહાર શૌચાલયનું કામ તેમજ ગોપાલ ગૌશાળા પાસે શૌચાલયના કામમાં ખૂબ જ નબળી ગુણવત્તાવાળો સામાન વપરાતો હોય આ બાબતની તપાસ થવી જોઇએ.