લીલીયા પોલીસ મથકના PI  એમ.ડી. સાલુંકે અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પુંજાપાદર ગામેથી ત્રણ વર્ષની એક માસૂમ બાળકી માતાથી વિખૂટી પડેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાળકીના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ માતાનો સંપર્ક કરી બાળકીને સોંપતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.