લીલીયા તાલુકા સફાઈ કામદાર સેલે વાલ્મિકી સમાજ માટે કમ્યુનિટી હોલની માંગ સાથે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને રજૂઆત કરી છે. સેલના પ્રતિનિધિઓએ ધારાસભ્યના અટલધારા કાર્યાલય ખાતે પત્ર પાઠવ્યો હતો. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે લીલીયા તાલુકાના ૩૭ ગામોના વાલ્મિકી સમાજ માટે એક કમ્યુનિટી હોલની જરૂર છે. હાલમાં સામાજિક પ્રસંગો માટે યોગ્ય જગ્યાનો અભાવ છે અને ઘણી વખત વાડી ભાડે લેવામાં પણ મુશ્કેલી પડે છે. આ કારણે સમાજના કાર્યક્રમો યોજવામાં મુશ્કેલી પડે છે. સેલના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે લીલીયા મોટા પ્રોપરમાં કમ્યુનિટી હોલ બનાવવામાં આવે, જેથી સમાજના સારા-નરસા પ્રસંગો વ્યવસ્થિત રીતે ઉજવી શકાય.આ રજૂઆતમાં અનિલભાઈ વાળા, રાજુભાઈ વાળા, વિશાલભાઈ વાળા, પંકજભાઈ વાળા, ભાવેશભાઈ વાળોદરા અને રાજુભાઈ ચૌહાણ સહિતના આગેવાનો જોડાયા હતા. સફાઈ કામદાર સેલે આ મુદ્દે લીલીયા ગ્રામ પંચાયતને પણ અલગથી રજૂઆત કરી છે.