લીલીયા સરકારી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે NSS હેઠળ સાત દિવસીય વાર્ષિક શિબિર યોજાઈ હતી. પ્રાચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડ અને મુખ્ય અતિથિ વિજયભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ શિબિર શરૂ થઇ જેમાં રાષ્ટ્રનિર્માણના મૂલ્યો અને સામાજિક જવાબદારીને લગતી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ શિબિરમાં ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ, સ્વચ્છતા જાગૃતિ, યોગ, આરોગ્ય તેમજ વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયા. વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી કાઢીને શાંતિનો સંદેશ આપ્યો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. સમાપને વર્ષાબેન જોષી, લાલજીભાઈ ભુવા અને પ્રોગ્રામ ઓફિસર ડા. વિરાજબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.