લીલીયા કોર્ટના ગેટ બહાર વકીલને ઈશારો કરી પતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ફોનમાં મા-બેન વિશે ગાળો આપી હતી. આ અંગે ખારા ગામના વકીલ હાર્દિકકુમાર ભાનુશંકરભાઇ જોષી (ઉ.વ.૩૦)એ રાજુભાઇ રામકુભાઇ ગરણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ લીલીયા કોર્ટમાં પ્રેક્ટિસમા હતા ત્યારે સાહેદ વિપુલભાઇ પહાડા રહે.પીપળવા વાળા કોર્ટ મુદતે આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતા કરતા કોર્ટના ગેટની બહાર નિકળી ઉભા હતા. આ વખતે આરોપી ત્યાંથી નિકળતા તેને સારૂ નહીં લાગતા આંખોથી કાતર મારી હાથથી ઇશારાઓ કરી કહ્યું કે તને જાનથી પતાવી દેવાનો છે તેવી ધમકી આપી હતી. ઉપરાંત ફોનમાં આરોપીએ મા-બેન વિશે બિભત્સ સાંભળી ન શકાય તેવી ગાળો આપી જાનથી મારી નાખવા જેવી ગર્ભિત ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઇ વલકુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.