લીલીયા મોટાના રહેવાસી માવજીભાઇ રવજીભાઇ લહેરી (ઉ.વ.૮૭ ધંધો. નિવૃત ખેતીવાડી અધિકારી)ની ૧૦ ગ્રામની સોનાની વીંટી તા.૦૨/૦૨/૨૦૨૬ ના રોજ પોતાના ઘરની બહાર શેરીમાં સફાઇ કરતા હોય તે દરમિયાન હાથમાંથી પડી જતા ગુમ થયેલ હતી. આ વીંટી અંદાજિત કિંમત રૂ.૧,૫૦,૦૦૦ હતી. આ અંગે તેમણે પોલીસમાં જાણ કરી હતી. પોલીસ ટીમે તપાસ હાથ ધરીને સોનાની વીંટી શોધીને મૂળ માલિકને પરત કરી હતી. આથી માવજીભાઈ લહેરી દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ. ડી. સાળુંકે અને ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.