સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર લીલીયા મોટાના શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપક્રમે તેમજ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ લીલીયા મોટા ખાતે ૦૩-૧૦-૨૦૨૪ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા કરવામાં આવેલ હતું અને તેમણે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી. આંખના રોગ જેવા કે મોતિયો, જામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, કીકી, પડદા તથા આંખના અન્ય રોગોની તપાસ નિષ્ણાત ડા. કાનનબેન સેદાણી અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલીના સુદર્શન નેત્રાલયમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે.