લીલીયાના પીપળવા ગામના ઘુસાભાઈ લુણસીભાઈ બાખલકીયા (ઉ.વ.૫૫)એ ગમા પીપળીયા ગામના વિનુભાઈ જીણાભાઈ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના કૌટુંબીક ભાઈ આઇસર ગાડી નીચે સુતા હતા તે દરમિયાન આરોપીએ તેનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવ્યું હતું. જેથી મરણજનાર આઈસરના ડિપ્રેસન નીચે દબાઈ જતાં ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એચ. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.