લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા ચલાલા-સાવરકુંડલા રોડ પર આવેલા કમી ગામ ખાતે આવેલી દિવ્યાંગ બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા ‘માનવ સ્મૃતિ’ માં સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને આશરે ૪૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા આ પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ક્લબના પ્રમુખ બકુલ ભટ્ટ, સેક્રેટરી રજની ધોરાજીયા, હરેશ ધોરાજીયા તેમજ શાળાના નિલેશભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.