લાઠીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ગાળો આપવામાં આવી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. જીજ્ઞેશભાઇ ભરતભાઇ ડાભી (ઉ.વ.૨૬)એ રાકેશભાઇ ભુવા, સાજણભાઇ ભુવા તથા રાહુલ ઉર્ફે ડી ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના સગા ભાઇ કાનજીભાઇ રાકેશભાઈ ભુવાના ઘર પાસે બેઠા હતા. જેથી આરોપીઓને સારૂ ન લાગતા જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમને ડાબા હાથની કોણી પાસે લાકડી વતી એક ઘા મારી ફેકચર કરી તેમજ માથાના ભાગે એક ઘા મારી બે ટાંકા જેવી ઇજા કરી હતી. તેમજ પ્લાસ્ટિકના પાઇપ વતી શરીરના અલગ અલગ ભાગ તેમજ વાંસાના ભાગે આડેધડ માર મારી મૂઢ ઇજા કરીને સામો મળીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રાકેશભાઇ રમેશભાઇ ભુવા (ઉ.વ.૧૯)એ કાનજીભાઇ ભરતભાઇ ડાભી, જીગાભાઇ ભરતભાઇ ડાભી તથા નીલેષભાઇ કણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘર પાસે આરોપી ગાળો બોલતા હતા. જેથી તેઓને ગાળો બોલવાની ના પાડી હતી. બનાવ સ્થળ પર વાતચીત કરવા તેમણે આરોપીને બોલાવતા જેમફાવે તેમ ગાળો આપી છરીનો એક ઘા વાંસાના ભાગે મારી ચાર ટાંકાની ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.










































