આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથની સખાતે ધર્મરક્ષા માટે કેસરિયા કરનાર લાઠીના કુંવર વીર હમીરસિંહજી ગોહિલને ખરા અર્થમાં યાદ કરી, તેમને ફૂલહારથી વીરાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પાવન અવસર તાઃ ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવારના રોજ રાત્રે ૯ વાગ્યે કિર્તિ કોટેઝ, લાઠી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ધર્મજાગરણ વિભાગના સંયોજક ભીખુભાઈ અગ્રાવતની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને સમયસર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.